Connect Gujarat
Featured

અમદાવાદ: 6 મહાનગર પાલિકાના ઉમેદવારોના ભાવિ ઇ.વી.એમ.માં સિલ, નિરસ મતદાન કોને ફળશે?

અમદાવાદ: 6 મહાનગર પાલિકાના ઉમેદવારોના ભાવિ ઇ.વી.એમ.માં સિલ, નિરસ મતદાન કોને ફળશે?
X

રાજ્યમાં યોજાયેલ મહાનગર પાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે ત્યારે ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં સિલ કરવામાં આવ્યા છે અને સ્ટ્રોંગ રૂમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.

સરેરાશ 42 ટકા મતદાન થયું છે. 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયા છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. ગત ચૂંટણીઓની સરખામણીએ ઓછું મતદાન થયું. 23 ફેબ્રુઆરીએ હવે મતગણતરી યોજાશે.રાજ્યમાં અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું. તો સૌથી વધુ જામનગરમાં 50 ટકા મતદાન થયું. જ્યારે સુરતમાં 42 ટકા, રાજકોટમાં 45 ટકા, ભાવનગરમાં 44 ટકા અને વડોદરામાં 45 ટકા સરેરાશ મતદાન થયું છે ઓછા મતદાને રાજકીય પક્ષોની ચિંતા માં વધારો કર્યો છે હવે 23 ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

Next Story