Connect Gujarat
Featured

અમદાવાદ : લોકડાઉન ખુલતાં હવે કોરોનાના કેસ વધશે, જુઓ કોણે વ્યકત કરી આશંકા

અમદાવાદ : લોકડાઉન ખુલતાં હવે કોરોનાના કેસ વધશે, જુઓ કોણે વ્યકત કરી આશંકા
X

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહયા છે અને ખાસ કરી ને અમદાવાદ એપી સેન્ટર બની ગયું છે ત્યારે 15મી જુલાઈ સુધીમાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવના વ્યકત કરાય રહી છે.

રાજયમાં લોકડાઉનમાં છુટછાટ અપાયાં બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. અમદાવાદ મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો મોના દેસાઈએ કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન ખુલતા હવે કોરોનાના કેસ વધી રહયા છે. આવનાર જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં કોરોનાના કેસમાં ઉછાળો આવશે. ડોક્ટર ,નર્સિંગ સ્ટાફ સહીતના લોકો જે સતત જીવ ના જોખમે કામ કરી રહયા છે તેના ટેસ્ટ થવા જરૂરી છે અને તેના માટે સરકારે સરળ પ્રકિયા કરવી પડશે નહીંતર આજ સ્ટાફ સુપર સ્પ્રેડર સાબિત થશે.

ડો મોના દેસાઈએ કહ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકાર સહીત તંત્ર અને બધા લોકો મેહનત કરી રહયા છે પણ જનતાએ જાગૃત થવું પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે એક એપ લોન્ચ કરી રહયા છીએ જેમાં અમદાવાદ ની 41 ખાનગી હોસ્પિટલની માહિતી હશે. આ એપ માં કેટલા ખાલી બેડ છે, કેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે તે સહીત અનેક માહિતીઓ ઉપલબ્ધ હશે જે ખુબ ઉપયોગી સાબિત થશે. નેગેટિવિટી ને બહાર કાઢી પોઝીટીવીટી સાથે કોરોના સામે લડી શકાશે.

Next Story