ગુજરાતમાં આજે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ નોધાયા, 16 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં આજે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. રાજ્યમાં હાલ 161 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે.

New Update

ગુજરાતમાં આજે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. રાજ્યમાં હાલ 161 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે.રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોનાની 1.40 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Advertisment

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,386 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. સુરત કોર્પોરેશનમાં 6, વડોદરાકોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશન 1 અને સુરત 1 નવો કેસ નોંધાયો છે.

રાજ્યમાં 1,49,486 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,25, 77,634 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર,મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

Advertisment
Latest Stories