Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની અક્ષર એકેડમીના ફાળે ખેલ મહાકુંભ બેડ મિન્ટન સ્પર્ધામાં 5 એવોર્ડ..!

અમદાવાદની અક્ષર એકેડમીના ફાળે ખેલ મહાકુંભ બેડ મિન્ટન સ્પર્ધામાં 5 એવોર્ડ..!
X

રાજ્યમાં ખેલ મહાકુંભમાં અનેક પ્રતિભા બહાર આવી રહી છે, ત્યારે ખેલમહાકુંભ રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં અમદાવાદની અક્ષર એકેડમી ખેલાડીઓએ અનેક એવોર્ડ જીત્યા છે. એકેડમીના ખેલાડીઓએ અંડર 14 થી લઇ અંડર 17ની કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યા છે.

રાજ્યમાં ખેલ મહાકુંભમાં બેડ મિન્ટન સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી હજારો ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની અક્ષર એકેડમી તનિષ્કા નાયરે અંડર 14માં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. અંડર 17માં એકેડેમીની પ્લેયર તાન્યા વાનીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

તો આરીશા રેજોય અંડર 14માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને મોરવી પટેલે પણ અંડર 14માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ આ એકેડમીના પ્લેયર કુલ 5 મેડલ મેળવી સફળતા મેળવી હતી. મેડલ મેળવનાર પ્લેયર હવે રાજ્ય તરફથી નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા જશે. આમ રાજ્ય કક્ષાની બેડ મિન્ટન સ્પર્ધામાં અમદાવાદના અનેક ખેલાડીઓએ પોતાના હીર ઝળકાવ્યા છે.

Next Story