Connect Gujarat
અમદાવાદ 

રાજ્યની મોટી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 71મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે GCCI પરિસર ખાતે યોજાઈ હતી

રાજ્યની મોટી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો
X

રાજ્યમાં વેપાર અને વાણિજ્ય પ્રતિનિધિત્વ કરતી રાજ્યની મોટી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 71મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે GCCI પરિસર, આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2021-22 માટેના નવા હોદ્દેદારોની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યભરમાંથી GCCIના સભ્યોએ ભાગ લીધો હતો. સામાન્ય એજન્ડાના મુદ્દાઓ ઉપરાંત, GCCIના બંધારણ અને નિયમોમાં મહત્વના સુધારાઓ પણ AGMમાં સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યા હતા. વધુમાં, કારોબારી સમિતિના સભ્યો કે જેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને સામાન્ય સભા દરમિયાન તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હેમંત શાહે નવા પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યો હતો, તો પથિક પટવારીએ સિનિયર ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને સંજીવ છાજરે વર્ષ 2021-22 માટે નવા ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. હતો નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રેક્ષકોને સંબોધિત કર્યા અને આવતા વર્ષ ના કાર્યકાળ માટે GCCI માટેની તેની કાર્ય યોજના રજુ કરી.

Next Story