અમદાવાદમા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમધોકાર વરસાદ,ઠેર –ઠેર પાણી ભરાયા

આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.

New Update
અમદાવાદમા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમધોકાર વરસાદ,ઠેર –ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આજે બપોરના સમયે મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરના બોપલ, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, SG હાઈવે, વસ્ત્રાપુર, માનસી સર્કલ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. એ સિવાય શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ રમઝટ બોલાવી છે. જેમ કે, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં મેઘરાજા જમાવટ કરી છે. તો મણિનગર ખોખરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી ઉભી થઇ હતી અનેક સોસાયટીમાં પણ પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઇ છે. સતત 2 કલાકથી અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.આમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે માત્ર અમદાવાદ નહિ આસપાસના સાણંદ, વિરમગામ, બાવળા, દસ્કોઈ જેવા તાલુકામાં પણ મેઘ મહેર થઇ છે. તો અમદાવાદ ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદના વાવડ સામે આવી રહ્યા છે.