અમદાવાદ : છેલ્લા 8 મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર થયેલ હત્યાના ગુન્હાનો આરોપી ઝડપાયો...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 મહિનાથી વચગાળાના જામીન લઈને ફરાર થઈ જનાર આરોપીને નાર્કોટીક્સના ગુનામાં ઝડપી પાડ્યો છે.

New Update

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 મહિનાથી વચગાળાના જામીન લઈને ફરાર થઈ જનાર આરોપીને નાર્કોટીક્સના ગુનામાં ઝડપી પાડ્યો છે. આરોપી સોહિલખાન પઠાણને બાતમીના આધારે તેના ઘર નજીકથી ઝડપી લીધો છે. આરોપીની 2020માં હત્યાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ તે 8 મહિનાથી ફરાર હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના બહેરામપુરા વિસ્તારમાંથી બાતમીના આધારે હત્યાના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી સોહિલખાન પઠાણ ને ઝડપી પાડ્યો છે. આરોપી સોહીલખાને વર્ષ 2020માં વટવામાં 4 માળીયા વિસ્તારમાં મોસીન મેમણ નામના શખ્સને છરીના ઘા મારી હત્યા કરી હતી. જે કેસમાં વટવા પોલીસે તેની ધરપકડ કરી તેને સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ 8 મહિના પહેલા તે વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હતો. આ દરમ્યાન તેનું નાર્કોટિક્સના ગુન્હામાં પણ નામ બહાર આવ્યું હતું. જે કેસમાં તે વોન્ટેડ હતો, ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને SOGના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.