Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દીલ્હી બાદ પંજાબ પણ હવે AAP, કાર્યકરોએ કરી ઉજવણી

આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.

X

આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે.

પંજાબ, ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણીપુર વિધાનસભાની ચુંટણીના પરિણામો આવી રહયાં છે. પંજાબને બાદ કરતાં ચારે રાજયોમાં ભાજપને બહુમતી મળે છે જયારે સૌથી મોટો ઉલટફેર પંજાબમાં જોવા મળ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. રાજધાની દીલ્હી બાદ હવે પંજાબમાં આપનું સ્ટીમરોલર ફરી વળ્યું છે. આ વિજયથી દેશભરના આપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ આપ પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી તે સાથે પંજાબમાં જીત પર આતશબાજી પણ કરવામાં આવી.

Next Story