Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એરપોર્ટથી 27થી વધુ રમણીય સ્થળની મળશે કનેક્ટિવિટી, વાંચો વેકેશનના દિવસોમાં કઈ ફ્લાઈટ શરૂ કરાય

ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળની મુલાકાત માટેનો સમય આવી ગયો છે.

અમદાવાદ એરપોર્ટથી 27થી વધુ રમણીય સ્થળની મળશે કનેક્ટિવિટી, વાંચો વેકેશનના દિવસોમાં કઈ ફ્લાઈટ શરૂ કરાય
X

ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટુરિસ્ટ ટેસ્ટી નેશન્સમાં પર્વતો બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે.કોરોનાની મહામારી ના બે વર્ષ બાદ લોકો મનપસંદ સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે રન-વેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલા પૂર્ણ કર્યા બાદ હવે પ્રવાસન માટે વધુ ફ્લાઇટ્સના આવાગમન માટે તૈયાર છે.

પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદ એરપોર્ટે દેશના દુર્ગમ અને જોવાલાયક સ્થળો સુધી પહોંચવા તેમજ એક સ્થળેથી બીજા ને જોડતી ફ્લાઈટ્સને કનેક્ટીવીટી વધારી છે. આ સુવિધાથી લોકો મનપસંદ ડેસ્ટીનેશન પ્રવાસ સાથે ઉત્તમ હવાઈ સફર નો લાભ લઈ શકશે.જરાતમાં ઉનાળાની પ્રચંડ ગરમીથી રાહત મેળવવા SVPI એરપોર્ટ પર્વતીય સ્થળોને હવાઈમાર્ગે પ્રવાસન માટે વિવિધ ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવી છે. દાર્જિલિંગ , ચાલસા, સિલિગુડી , ગુવાહાટી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળો નો પ્રવાસ કરવા તમે અમદાવાદથી બાગડોગરા ડાયરેક્ટ ફ્લાઇટ માં જઈ શકો છો.

દેશના પૂર્વોત્તર રાજ્યો ની યાત્રા માટે પટનાથી ગુવાહાટી સુધી અઠવાડિયામાં 6 દિવસ સીધી ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.ઉત્તર ના રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળુ વેકેશન ગાળવા માગતા મુસાફરોને SVPI એરપોર્ટ પરથી સાનુકૂળ કનેક્ટિવિટી મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી દહેરાદૂન સુધીની દૈનિક અને સીધી ફ્લાઇટ મુસાફરોને માલસી ડિયર પાર્ક, મસુરી, ઉત્તરાખંડ અને ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી, દેહરાદૂન એરપોર્ટથી માત્ર 45 કિમી દૂર ઋષિકેશ ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનુભૂતિ પણ કરી શકાશે. ધર્મશાલા અને શ્રીનગર જેવા સ્થળો માટે પણ ન્યૂનતમ સ્ટોપ અવર સાથે સાનુકૂળ કનેક્ટિવિટી છે.

Next Story