Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એરપોર્ટને મળ્યો " ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર "તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ

દિલ્હીમાં એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયાનો ” ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર “તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટને મળ્યો  ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ
X

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને સોમવારના રોજ દિલ્હીમાં એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયા નો " ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર "તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન તથા અન્ય ટોચના મહાનુભવોની હાજરીમાં એસવીપીઆઈ એરપોર્ટને તાળીઓના ગડગડાટ વચ્ચે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

એસવીપી આઈ એરપોર્ટ અમદાવાદ કોવિડ માર્ગરેખા નું સતત પાલન કરવામાં તથા ગ્રાહકોના અનુભવમાં સતત વૃધ્ધિ કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રવાસ કરતા સમુદાયની અને પેસેન્જરોની જરૂરિયાત ના ક્ષેત્રો અને તેમની અગ્રતા પારખવાની તક ઝડપી લઈને એસવીપી આઈ એરપોર્ટે કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતુ રહ્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કર્યો છે.જ્યારે ઈલેક્ટ્રિક બસ સર્વિસ, બહેતર રિટેઈલ વ્યવસ્થા, પેસેન્જર માટે ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સ્પોર્ટેશન ના વિકલ્પો શરૂ કરવા જેવા પ્રયાસો હાથ ધર્યા છે. આ ઉપરાંત ટર્મિનલની અંદર તથા બહાર આરોગ્ય, સલામતી અને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કર્યો છે.13મી ઈન્ટરનેશનલ એસોચેમ નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ કમ એવોર્ડ ફોર સિવિલ એવિએશન એન્ડ કાર્ગો સમારંભમાં સર્વિસીસ અપવાદરૂપ અનુભવ પૂરો પાડવા બદલ તથા પેસેન્જરોની આરોગ્ય, સલામતી અને કુશળતાની કાળજી લેવામાં અગ્રતા દાખવવાની કટિબધ્ધતા બદલ અમારા છત્રપતિ શિવાજી મહારાજા ઈન્ટરનેશનલ એરપોર્ટ-મુંબઈને પણ આ પ્રતિષ્ઠિત બહુમાન હાંસલ થયુ છે.

Next Story