અમદાવાદ : રીવરફ્રન્ટ નજીક બન્યું 8 માળનું પાર્કિંગ, એક હજાર કાર થઇ શકશે પાર્ક

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે.

New Update

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે. વાહનચાલકોને પાર્કિંગની ઝંઝટમાંથી ટુંક સમયમાં મુકિત મળવા જઇ રહી છે.

Advertisment

અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યાની સરખામણીએ હવે પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરવામાં આવી રહયાં છે. શહેરના પ્રહલાદનગર, સિંધુભવન, ચાંદલોડિયા અને રિવરફ્રન્ટ ખાતે 8 માળના પાર્કિંગ તૈયાર કરાયાં છે. એસવીપી હોસ્પિટલ નજીક રિવરફ્રન્ટ રોડ ઉપર 60 કરોડના ખર્ચે તૈયાર કરેલું 8 માળનું પાર્કિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં લોકો માટે ખુલ્લું મુકાશે. આ પાર્કિંગ માટે ઘરે બેઠાં બેઠાં સ્લોટ બુક કરાવી શકાશે. આ પાર્કિંગમાં 1 હજાર કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યા રાખવામાં આવી છે.

માર્ચ-2019 માં પાર્કિંગ બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી. જોકે કોવિડની મહામારીના કારણે લગભગ એક વર્ષથી વધારે સમય માટે તેનું નિર્માણ બંધ રહ્યું હતું. સાબરમતી નદી ઉપર તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજ સુધી પહોંચવા માટે પાર્કિંગ બિલ્ડિંગને જોડતો વોક -વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં કાર પાર્ક કરીને લોકો ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં સીધી એન્ટ્રી મેળવી શકશે. આ ઉપરાંત પાર્કિંગના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોટા સ્ક્રીન ઉપર ખાલી સ્લોટની માહિતી મળશે.

Advertisment
Read the Next Article

અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી

New Update
Chandola LAke

અમદાવાદમાં તારીખ 20 મે થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisment

અમદાવાદનો ચંડોળા વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કેચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

ડિમોલિશન અંગે શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરવામાં આવી હતી,અને ડિમોલિશન અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories