Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આસારામ બાપુનું વધુ એક હત્યા કેસમાં નામ ખુલ્યું, હરિદ્વારથી પ્રવીણ વકીલની ATSએ કરી ધરપકડ

આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરનાર પ્રવિણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં ફરતો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X

આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરનાર પ્રવિણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં ફરતો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં 7 વર્ષ પહેલા આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા પ્રવિણ વકીલે 2 શૂટરો મારફતે કરાવી હતી. હત્યા બાદ યુપી પોલીસે શૂટર કાર્તિક હલધર અને નીરજ જાટની ધરપકડ કરી હતી, જ્યારે પ્રવિણ વકીલ ઝડપાયો ન હતો. થોડા સમય પહેલા પ્રવીણ હરિદ્વારમાં છુપાયો હોવાની બાતમી ગુજરાત ATSને મળી હતી. જેના આધારે ગુજરાત ATSની ટીમે વોચ ગોઠવીને આસારામના ખાસ સાગરીત એવા સાધુના વેશમાં ફરતા પ્રવિણ વકીલની હરિદ્વારના ઘાટ પરથી ધરપકડ કરી હતી. ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ જણાવ્યુ હતું કે, પ્રવીણ વકીલની પૂછપરછમાં હત્યા કરવાનો આદેશ આસારામે આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત ATS દ્વારા આરોપીને મુઝફરનગર પોલીસને સોંપવામાં આવશે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે, આટલા વર્ષોથી આરોપી ક્યાં છુપાતો ફરતો હતો, ઉપરાંત તેને કોણે કોણે મદદ કરી છે. આરોપી પ્રવીણ વકીલ આસારામ બાપુના આશ્રમમાં જ કામ કરતો હતો. આરોપી પ્રવીણનું 2015માં સુરતના કેસમાં પણ નામ ખૂલ્યું હતું. પણ જામીન મળ્યા બાદ, હરિદ્વારમાં રહેતો હતો. ત્યાં આ સિવાય બીજા કોણ કોણ આ કેસમાં સામેલ છે તે દિશામાં ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story