ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
કર્ણાટકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગ દળ અને PFI જેવા સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે.એટલે કે બજરંગ દળની તુલના PFI સાથે કરી હતી. જેને લઈને દેશભરમાં વિવાદિત નિવેદનને કારણે વિરોધ કરવામાં આવ્યો હતો.ઠેર ઠેર મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર તથા પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પાલડીમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોડી સાંજે બજરંગ દળના કાર્યકરો ખળગેના પૂતળાની નનામી લઈને આવ્યા હતા.કાર્યાલયની બહાર જ પૂતળાનું દહન કર્યું હતું.બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ખડગે વિરુદ્ધ સૂત્રચાર પણ કર્યા હતા.