અમદાવાદ : ઉનાળામાં રાત્રે ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારા મોબાઈલની પણ થઈ શકે છે ચોરી..!

શહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રીના સમયે ધાબે સૂતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગેંગના સાગરિતોની રામોલ પોલીસે ધરપકડ કરી છે.

New Update
અમદાવાદ : ઉનાળામાં રાત્રે ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારા મોબાઈલની પણ થઈ શકે છે ચોરી..!

અમદાવાદ શહેરમાં ગરમીનો લાભ લઈને રાત્રીના સમયે ધાબે સૂતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરનાર ગેંગના સાગરિતોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 મોબાઇલ ફોન જપ્ત કરી પોલીસે અલગ-અલગ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

અમદાવાદના રામોલ પોલીસની ગીરફ્તમાં આવેલા 2 આરોપીઓના નામ છે અભિમન્યુ ભદોરીયા અને મહંમદ તબરેજ શેખ. રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરેલીયા સર્કલ ચાર રસ્તા પાસેથી આ બન્ને ઇસમોની ધરપકડ કરી તપાસ કરતા અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસના હાથે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું કે, આ ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ શર્મા સાથે આ બન્ને આરોપી સાથે મળી રાત્રિના સમયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતા હતા.

ગરમીનો સમયગાળો હોવાથી કોઈપણ પ્રકારે ધાબા ઉપર ચઢીને ધાબા પર સુઈ રહેલા વ્યક્તિના મોબાઈલ ફોનની ચોરી કરતાં હતા. એટલું જ નહીં ઘરમાં પ્રવેશી તિજોરી તોડી જે કંઈપણ મુદ્દામાલ મળે તેની ચોરી કરતા હતા. ચોરીનો મુદ્દામાલ ત્રણેય શખ્સોઓ સરખા ભાગે વહેંચી લેતા હતા. આ શખ્સોએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઘરફોડ ચોરી, 2 મોબાઈલ ફોનની ચોરી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક જ સોસાયટીમાંથી 5 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

Latest Stories