અમદાવાદ : અસારવા બેઠક જાળવી રાખવા ભાજપની કવાયત, ઉમેદવાર દર્શના વાઘેલાનો સતત લોકસંપર્ક

અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે. મેયર દર્શના વાઘેલા ને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે દર્શના વાઘેલા પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.

અમદાવાદ : અસારવા બેઠક જાળવી રાખવા ભાજપની કવાયત, ઉમેદવાર દર્શના વાઘેલાનો સતત લોકસંપર્ક
New Update

રાજ્યમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો સતત લોકસંપર્ક કરી રહ્યા છે. અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે. મેયર દર્શના વાઘેલા ને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે દર્શના વાઘેલા પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક મંત્રીઓની ટિકિટ કાપી છે, ત્યારે અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે. મેયર દર્શના વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જેથી દર્શના વાઘેલા સવારથી પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. દર્શના વાઘેલાને આ સીટ ટકાવી રાખવા એક મોટો પડકાર પણ છે. અમદાવાદ શહેરની અસારવા બેઠક આમ તો ભાજપનો ગઢ ગણવામાં આવે છે/ અહીથી 2012 અને 2017માં ભાજપના પ્રદીપ પરમાર ચૂંટણી જીત્યા હતા, અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા હતા. પણ સ્થાનિકોની અનેક ફરિયાદો અને વિકાસના કામો ન થતાં હોવાની રાવ ઉઠ્યા બાદ તેમના સ્થાને ભાજપે મહિલા ઉમેદવાર દર્શના વાઘેલાની પસંદગી કરી છે. આ વિધાનસભા બેઠક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વસ્તી વધારે છે, ત્યારે દર્શના વાઘેલા સવારથી જ પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે.

#Gujarat #Connect Gujarat #Ahmedabad #BJP candidate #election campaign #BJPGujarat #Beyond Just News #Election 2022 #Darshna Vaghela #GujaratElection 2022
Here are a few more articles:
Read the Next Article