Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોરોના ગાઈડ લાઇનના ઉલ્લંઘન બદલ શહેરીજનોએ 11 દિવસમાં ભર્યો રૂ.25 લાખનો દંડ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે કોરોના સામે લડવા એક માત્ર ઉપાય વેકિસન મહાઅભિયાન પણ વેગ આપી રહી છે .

અમદાવાદ: કોરોના ગાઈડ લાઇનના ઉલ્લંઘન બદલ શહેરીજનોએ 11 દિવસમાં ભર્યો રૂ.25 લાખનો દંડ
X

અમદાવાદમાં દિન પ્રતિ દિન કોરોનાના કેસમા સતત વધારો જોવા મળે છે. જેમાં ઝડપથી અને વધારે લોકોને એકસાથે સંક્રમિત કરતા નવા ઓમિક્રોન વેરિયન્ટની કારણે પણ કેસો વધી રહેલ છે. જેથી નાગરીકોને કોરોના સંક્રમણને રોકવા માટે સરકારના જાહેરનામા અનુસાર જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત અને થુંકવા પર પ્રતિબંધ તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાતપણે અસરકારક અમલ કરાવો જરૂરી છે.

જે માટે મહાનગર પાલિકાએ ૭ ઝોનનાં ૪૮ વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ૧૮૦થી વધારે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે. જેમને માસ્ક વગરના લોકોને પકડી તેમની સામે દંડની કાર્યવાહી કરે છે.અમદાવાદ મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોનાં ચેકીંગ દરમ્યાન કુલ ૨૪૪૯ લોકો માસ્ક વગરનાં માલુમ પડેલા હતા અને કુલ ૨૫૭૫૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન થતું હોય કે મોટા પ્રમાણમાં માસ્ક વગરનાં લોકો માલુમ પડેલ તેવા કતાર એરવેઝ અને VIDA ક્લિનિકલ રિસર્ચ પાસે રૂપીયા એક લાખ દંડ પેટે વસુલ કરવામાં આવેલ છે.

તેમજ લાલદરવાજા પાથરણા બજાર , નહેરૂનગર વાળા ખાતથી રૂપિયા પચ્ચીસ હજાર તેમજ રસમ હોટલ અને મિની ડી માર્ટમાંથી રૂપિયા અગિયાર હજારનો દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત કોવિડ - ૧૯ ની ગાઇડલાઇનનું પાલન ન કરવા બાબત પશ્ચિમ ઝોનમાં લો ગાર્ડન પાસેના વી માર્ટ યુનિટ સીલ કરવામાં આવેલ હતુ . આગામી સમયમાં પણ નાગરિકોના આરોગ્યનાં હિતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન ચેકીંગ ચાલુ રાખવામાં આવનાર છે.અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે કોરોના સામે લડવા એક માત્ર ઉપાય વેકિસન મહાઅભિયાન પણ વેગ આપી રહી છે .

શહેરમાં છેલ્લા ૧૨ દિવસમાં સવા બે લાખ બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. બુધવારે શહેરમાં ૭૦૭૭ બાળકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે . જ્યારે બુધવારે બુસ્ટર ડોઝ ૧૪ હજાર ૭૫૩ વ્યક્તિ અપાયો છે . હાલ બુસ્ટર ડોઝ , બાળકો માટે પણ રસીડોઝ આ ઉપરાત બીજો ડોઝ બાકી હોય તેવા વ્યક્તિ મહાનગર પાલિકી ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૮૦ શાળાઓ કોરોના વેકિસન અભિયાન ચાલી રહ્યું છે .

Next Story