Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : IIMમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 34 વિદ્યાર્થી પોઝિટિવ

રાજ્ય અને દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થામાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે

અમદાવાદ : IIMમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 34 વિદ્યાર્થી પોઝિટિવ
X

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી બેકાબૂ થઈ રહ્યું છે, ત્યારેરાજ્ય અને દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થામાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે.ગુજરાતમાં કોરોનાને કારણે સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદની છે. તેવામાં અમદાવાદનું આઈઆઈએમ ફરીથી ચર્ચામાં આવ્યું છે. આજે IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. અને એક સાથે 34 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ IIMમાં એક સાથે 60 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. IIM કેમ્પસમાં એક સાથે 34 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં આરોગ્યતંત્રમાં હરકતમાં આવી ગયું હતું અને કેમ્પસમાં તાત્કાલિક સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં કેમ્પસમાં એક બાદ એક 117 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે ,જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તે લોકો અગાઉ વેક્સિનનો ડોઝ લીધો છે. બીજી લહેરમાં પણ આઇઆઇએમ અમદાવાદમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો, ત્યારે ત્રીજી લહેરમાં પણ આઇઆઇએમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. આઇઆઇએમમાં બહારની વ્યકતિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, તો જે લોકોને ઈમરજંસી કામ હોઈ તેમણે વેક્સીનના 2 ડોઝ લીધા હોઈ તો જ પ્રવેશ મેળવી શકશે .

Next Story