Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ

શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં..

X

શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં......

ભગવાન શિવની પજન અર્ચન કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી. મહા શિવરાત્રીના પાવન અવસરે અમદાવાદના કામેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયો બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયાં. ભોળાનાથના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડયાં હતાં. વહેલી સવારથી તમામ શિવાલયોમાં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શિવરાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે બે વર્ષથી તહેવારોની ઉજવણી ફીકકી પડી હતી. હવે કોરોનાના કેસ ઓછા થઇ રહયાં છે ત્યારે તહેવારોની રંગત બરાબર જામી રહી છે. અમદાવાદના કામેશ્વર મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી ભકતોની ભીડ જોવા મળી હતી. મહા શિવરાત્રીના પર્વનું ખાસ મહત્વ છે આજે ભગવાન શિવજીની નાની પૂજા પણ કરો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તો ભક્તોનું માનવું છે કે કોરોના કાળમાં પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી સાંત્વના મળી હતી.

Next Story