મુંબઇમાં એનસીબીની કસ્ટડીમાં રહેલાં આર્યનખાનની મુશ્કેલીમાં વધારો થઇ રહયો છે. આર્યનખાન છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સનું સેવન કરતો હોવાની વિગતો સામે આવી છે ત્યારે હવે એનસીબી તેના સંપર્કો શોધવામાં લાગી છે. આર્યનખાન સહિતના આરોપીઓના મોબાઇલ ફોન તપાસ માટે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવ્યાં છે.
મુંબઇથી ગોવા જઈ રહેલી ક્રુઝમાં શનિવારે રાતે શાહરુખ ખાન પુત્ર આર્યન ખાન અને કેટલાક લોકો માટે મુશ્કેલીની રાત સાબિત થઇ NCB દ્વારા એ ક્રુઝમાં MD ડ્રગ્સ લેવાની બાબતમાં આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી.હવે NCB દ્વારા આર્યન ખાન સહિત પકડાયેલા આરોપીના મોબાઇલ ફોન તપાસ માટે ગુજરાત FSLની મદદ લીધી છે. જેમાં આર્યન ખાનનો મોબાઈલ ગાંધીનગર FSLખાતે મોકલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇથી ગોવા જઇ રહેલાં ક્રુઝમાં રેવપાર્ટી થવાની હોવાની ચોકકસ બાતમી એનસીબીને મળી હતી. એનસીબીના અધિકારીઓ 80 હજાર રૂપિયાની ટીકીટ લઇને ક્રુઝમાં મુસાફરના સ્વાંગમાં સવાર થયાં હતાં. રેવપાર્ટીની શરૂઆત થતાંની સાથે એનસીબીની ટીમ ત્રાટકી હતી અને શાહરૂખખાનના પુત્ર આર્યનખાન સહિત 8 નબીરાઓને પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ઝડપી પાડયાં છે. હાલ આર્યનખાન સહિતના તમામ આરોપીઓની એનસીબી ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. હવે આર્યનખાનનો મોબાઇલ તપાસ માટે ગુજરાત મોકલવામાં આવ્યો છે. આર્યનખાન કોની પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો સહિતની વિગતો મેળવવા એનસીબીએ આ કવાયત કરી છે.