Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સાણંદમાં પતિએ પત્નીનું ગળું કાપી ધડ માથાથી અલગ કરી નાંખ્યું,ઘરકંકાસમાં હત્યા થઈ હોવાની આશંકા

અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.

અમદાવાદ: સાણંદમાં પતિએ પત્નીનું ગળું કાપી ધડ માથાથી અલગ કરી નાંખ્યું,ઘરકંકાસમાં હત્યા થઈ હોવાની આશંકા
X

અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિએ પત્નીનું ગળું કાપી ધડ માથાથી અલગ કરી નાંખ્યું હતું. આ પતિ પત્ની સાણદમાં ચાર દિવસ પહેલા ભાડે રહેવા આવ્યા હતા. પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ઘટકી હત્યા કરી નાખી હતી. ગુરુવારે મકાન માંથી દુર્ગંધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી.અમદાવાદમાં સાણંદ વિસ્તારમાં એક ચકચારી ઘટના બની હતી. પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. પતિએ તીક્ષણ હથિયાર વડે પત્નીનું ગળું કાપી ધડ માથાથી અલગ કરી નાખ્યું હતું. અને લાશ ઘરમાં મૂકી રાખી હતી. ગુરુવારે ઘરમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવતા ઘર ખોલી જોયુંતો પત્નીની લાશ જોવા મળી. જેમાં તેનું માથું ધડથી અલગ જોવા મળ્યું હતું. પોલીસે પતિનો મોબાઈલ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેનો ફોન પણ બંધ કરી નાસી ગયો હોવાની પોલીસને શંકા સેવી રહી છે. પતિ-પત્નીના લગ્નને હજી માત્ર બે થી અઢી મહિના જ થયા છે અને પહેલા કપુરવાસ ખાતે રહેતા હતા. મહિલાના ભાઈએ પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘર કંકાસમાં હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Next Story