Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દુશ્મનમાંથી મિત્ર બનેલા મુન્નાભાઈએ બર્થ ડેમાં હથિયાર ગિફ્ટ આપ્યું પોલીસે દબોચી લીધો

આરોપી હથિયાર રાખવાનો શોખ હોવાની વાત મુન્ના ભાઈને ખબર પડતાં આરોપીના બર્થ ડેના દિવસે મુન્નાભાઈએ પીસ્ટલ ગિફ્ટ કરી હતી.

અમદાવાદ: દુશ્મનમાંથી મિત્ર બનેલા મુન્નાભાઈએ બર્થ ડેમાં હથિયાર ગિફ્ટ આપ્યું પોલીસે દબોચી લીધો
X

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે જાણીતી હોટલમાંથી એક આરોપીને હથિયાર તથા મર્સીડીઝ કાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેને એક વ્યક્તિ સાથે બબાલ થઈ હતી, જેની સાથે બાદમાં મિત્રતા થઈ ગઈ હતી. તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી આ મિત્રએ તેને હથિયાર બર્થ ડે ગિફ્ટ માં આપ્યું હતું. જે લઈ એક ગુનામાં તેનું નામ આવતા નાસતો ફરતો હતો. પણ બાતમી મળતા જ પોલીસે તેને ઉઠાવી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક બાતમી મળી હતી કે, શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ ઉપર આવેલી આલિશાન હોટલમાં એક વ્યક્તિ આવેલો છે. જેની પાસે પિસ્ટલ અને કાર્ટીસ છે જે ગેરકાયદેસર હોવાનું જણાઈ આવે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હોટલ ઉપર પહોંચી હતી, જ્યાં એક શખ્સ મરસીડીસ કાર તથા હથિયાર સાથે મળી આવ્યો હતો. બાદમાં આ શખ્સનું નામ અને વિગતો પૂછતા અનેક હકીકતો સામે આવી હતી.

આરોપીનું નામ મેઘરાજ સિંહ ઉર્ફે બન્ના ગોહિલ હોવાનું સામે આવ્યું હતું. આરોપી મૂળ સાણંદ બાવળા રોડ ઉપર રહે છે અને પાણીની બોટલનો પ્લાન્ટ ધરાવી વેપાર કરે છે અને સાથે જમીન દલાલી પણ કરે છે.આજથી ચારેક વર્ષ પહેલાં તેને સુરેન્દ્રનગર ખાતે મુન્ના નામના એક શખ્સ સાથે માથાકૂટ થઇ હતી. જેને લઇને તે બંને વચ્ચે બાદમાં સમાધાન થયું હતું અને બે દુશ્મનો મિત્રો બન્યા હતા. ત્યાર બાદ આરોપી હથિયાર રાખવાનો શોખ હોવાની વાત મુન્ના ભાઈને ખબર પડતાં આરોપીના બર્થ ડેના દિવસે મુન્નાભાઈએ પીસ્ટલ ગિફ્ટ કરી હતી. પરંતુ બાદમાં આરોપીનો મિત્ર આકાશ પટેલ સાણંદ જીઆઇડીસીમાં દારૂ ના કેસમાં પકડાયો હતો. જેમાં આરોપીનું નામ ખુલતાં તે પોલીસથી બચવા નાસતો ફરતો હતો અને અલગ અલગ જગ્યા ઉપર સગા સંબંધી તથા મિત્રો પાસે જઈને રહેતા હતો...

Next Story