Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: AMCમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે નવો નિયમ; વેક્સિન નહીં તો પગાર નહીં

અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓએ જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્ર જાહેર કર્યો છે

અમદાવાદ: AMCમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે નવો નિયમ; વેક્સિન નહીં તો પગાર નહીં
X

અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓએ જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્ર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ કર્મચારીઓને પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓ આવા કર્મચારીઓ વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છે કે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી-કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે. એટલું જ નહી પણ અધિકારી - કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણ પત્ર સંબંધિત વિભાગના એચડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ઇન્ટુક શહેર પ્રમુખ અંકુર સાગરે જણાવ્યું હતું કે, વેક્સિનેશન ફરજિયાત નહી હોવા છતાં પણ આ રીતે મ્યુનિ. તંત્ર ફરજિયાત બનાવી ગરીબ કામદારોને પગાર અટકાવે તે યોગ્ય નથી.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. દ્વારા અગાઉ મ્યુનિ. કચેરીઓ, જાહેર પરિવહન એએમટીએસ - બીઆરટીએસ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર વેક્સિન નો બીજો ડોઝ ન લીધો હોય તેવા તમામને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જે પ્રતિબંધનો અત્યારે સરકાર ચાલી રહ્યો છે. ત્યારે હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ તવાઇ લાવી છે.

Next Story