Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ; પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન, 1 લાખ લોકો ભાગ લે એવી શકયતા

આખી રાત એક લાખ યુવાનો શહેરમાં દોડ લગાવશે.5 લાખથી વધુ લોકો મેરેથોન રનર ઉત્સાહ વધારશે.

અમદાવાદ; પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન, 1 લાખ લોકો ભાગ લે એવી શકયતા
X

અમદાવાદમાં 27 ઓગસ્ટના રોજ આખી રાત લાખો રસ્તા પર ઉતરી આવશે. કારણ કે આ દિવસે રાત્રિના રોજ અમદાવાદ પોલીસ દ્વારા 21 કિમીની નાઈટ હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 1 લાખ લોકો આ હાફ મેરેથોનમાં સામેલ થશે.શહેરના રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર થી સિંધુભવન રોડ સુધી હાફ મેરેથોન દોડ યોજાશે. આખી રાત એક લાખ યુવાનો શહેરમાં દોડ લગાવશે.5 લાખથી વધુ લોકો મેરેથોન રનર ઉત્સાહ વધારશે.

આ દોડમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર પણ દોડશે. એ સિવાય ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓ પણ મેરાથોનમાં ભાગ લેશે.તો ગુજરાતી ફિલ્મ જગતની સેલિબ્રિટી પણ ભાગ લેશે આ દોડ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત નું પણ આયોજન કર્યું છે.

અમદાવાદ અને ગુજરાત પોલીસ આ ઈવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા કમર કસી રહી છે. જેનું આયોજન ડ્રગ્સની બદીને નાબૂદી માટે થઈ રહ્યું છે. મેરેથોન દોડ નો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે

Next Story