Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનમાં થયેલ લાઠીચાર્જ મામલે સેશન્સ કોર્ટે કર્યો સરકારને મોટો આદેશ, વાંચો વધુ...

પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત થતા રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનમાં થયેલ લાઠીચાર્જ મામલે સેશન્સ કોર્ટે કર્યો સરકારને મોટો આદેશ, વાંચો વધુ...
X

અમદાવાદમાં વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડ ખાતે પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં મોટી સભા અને રેલીનું આયોજન કરાયું હતું. જેમાં લાઠીચાર્જ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવા સેશન્સ કોર્ટમાં અરજી કરાય હતી, ત્યારે તમામ સાક્ષીઓને તપાસી સરકારને આ મામલે જવાબ રજૂ કરવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વર્ષા 2015માં યોજાયેલ પાટીદાર અનામત આંદોલનમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. જેમાં ધરણા યોજવાની જાહેરાત થતા જ પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત થતા રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે આ આંદોલન હિંસક બનતા પોલીસે ટોળાને વિખેરવા અને ભેગા થતાં અટકાવવા મનફાવે તેમ લાઠીચાર્જ કર્યો હતો.

સમગ્ર મામલે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલનના કેટલાક આંદોલનકારીઓ પર કેસ કર્યા હતા. તો સામે પોલીસે કરેલા લાઠીચાર્જને લઈને પાટીદાર આગેવાનો દ્વારા કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી, ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આંદોલન વેળા GMDC ગ્રાઉન્ડ ખાતે પાટીદારો પર લાઠીચાર્જનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. લાઠીચાર્જ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવા પાટીદાર તરફથી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મુજબ તમામ સાક્ષીઓને કોર્ટે તપાસ્યા પણ છે. આ અરજી પર વધુ સુનાવણી આગામી તા. 5 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટ હાથ ધરશે, ત્યારે સરકાર પાસે આ મામલે જવાબ રજૂ કરવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે.

Next Story