Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રતનપોળમાં મેનેજરે બંગાળી શેઠનું સોનું પડાવ્યું, વાંચો શું છે મામલો

અમદાવાદ : રતનપોળમાં મેનેજરે બંગાળી શેઠનું સોનું પડાવ્યું, વાંચો શું છે મામલો
X

રાજ્યમાં દિન પ્રતિદિન છેતરપિંડીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એક વાર અમદાવાદની કાપડ અને સોના માટે પ્રખ્યાત રતનપોળમાં બંગાળી શેઠનું 45 લાખનું સોનું પડાવ્યાની ઘટના સામે આવી છે. ઇસનપુરમાં રહેતા રહેતા સુજાન બૈરાગી રતનપોળમાં એસ .જે. જ્વેલર્સની દુકાન ધરાવે છે જેમાં સુજનની દુકાનની બાજુમાં દુકાન ધરાવતો નિમેશ ઉર્ફે નૈનેશ સોની મોતીનું જોડાઈ કામ કરતો હતો.

નવેમ્બર 2019માં સુજને નિમેશને મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો.ત્યારબાદ 12 ડિસેમ્બર ,2019ના રોજ નવરંગપુરામાં બાલાજી હાઈટ્સમાં આવેલી પી.જે. ઓર્નામેન્ટ્સ માંથી જયેશ સોનીનો ફોન આવ્યો હતો. તેમણે નિમેશે નંબર આપ્યો હોવાનું કહીને દાગીના બનાવવાની વાત કરી હતી. બે દિવસ પછી સુજનને તેમની દુકાન બોલાવ્યા ત્યારે જયેશ સોની અને પંકજ સોની હાજર હતા. તેમણે સોનુ લઈને દાગીના બનાવી આપવાનું કહીને મજૂરી પેટે પૈસા કે સોનુ આપવાની વાત કરી હતી. જે અનુસાર પંકજ, જયેશ 200 ગ્રામની સોનાની બંગડીનો ઓર્ડર આપ્યો હતો.

સુઝને તે બંને તેને પૈસા આપી દીધા હતા ત્યારબાદ તેમને ટુકડે ટુકડે 990 ગ્રામ ના દાગીના બનાવી પંકજ અને જયેશને આપ્યા હતા. તેના પૈસા નહિ આપી અને મજૂરીના 2 લાખ મળી રૂપિયા 44.86 લાખ નહિ ચૂકવી બંને છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો બનાવ બનતા પી.જે. ઓર્નામેન્ટ શોપ કોની હતી પોલીસે તેની તપાસમાં નિમેષ, જયેશ અને પંકજે ભેગા મળીને સુજન સાથે છેતરપિંડી કરી હોવાનું જણાયું છે.

જેમાં પંકજ અને જયેશ પી.જે. ઓર્નામેન્ટ્સમાં સુજનને બોલાવતા હતા.જેથી તે દુકાન કોની છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. સુજને પોલીસ ફરિયાદમાં એ પણ જણાવ્યું હતું કે પંકજ અને જયેશે તેને મારી નાખવાની ધમકી આપતા સુજને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સુજને પંકજ અને જયેશ સાથે તેના મેનેજર નિમેશ પણ સંડોવણી ફરિયાદ નોંધાવી હતી.

Next Story