Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આરટીઓનો સપાટો, 28 બસ ડિટેઇન કરાઇ, જાણો શું છે સમગ્ર મામલો..?

અમદાવાદ RTOમાં રજિસ્ટર્ડ થયેલી અને ટેક્સ ન ભરનાર 28થી વધુ બસ ડિટેન કરી હોળીના તહેવાર પૂર્વે RTOના અધિકારીઓએ સપાટો ફેરવી દીધો છે.

અમદાવાદ : આરટીઓનો સપાટો, 28 બસ ડિટેઇન કરાઇ, જાણો શું છે સમગ્ર મામલો..?
X

અમદાવાદ RTOમાં રજિસ્ટર્ડ થયેલી અને ટેક્સ ન ભરનાર 28થી વધુ બસ ડિટેન કરી હોળીના તહેવાર પૂર્વે RTOના અધિકારીઓએ સપાટો ફેરવી દીધો છે. આમ RTO દ્વારા માત્ર 10 દિવસમાં 215 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 28 બસ, 12 માલવાહક મળી 50 વાહનો ડિટેન કરીને RTO સહિત વિવિધ ચેકપોસ્ટ પર રખાયા છે.

અમદાવાદ શહેરમાં હાલ મેગા ડ્રાઇવ ચાલી રહી છે. RTO ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેકિંગ સ્થળે ટેક્સ ભરવામાં બસ માલિક ઇનકાર કરતા હોવાથી વાહન ડિટેન કરાય છે. હાલ બાકી ટેક્સ ની ગણતરી માં વધુ સ્ટાફ રખાયો હોવાથી 24 કલાકમાં ટેક્સ સહિતની રકમ બસ માલિકોને જણાવી શકાય છે, જેથી બસ માલિકોનો આક્ષેપ ખોટો છે.શહેરમાં આરટીઓની મેગા ડ્રાઇવ થી ફફડાટ ફેલાયો છે શહેરની અંદર અને બહાર રિંગરોડ ફરતે આરટીઓ ટિમો તૈનાત કરવામાં આવી છે બીજી તરફ કચ્છ સરહદે થી ખાણ ખનીજ વિભાગે 33 ઓવરલોડ વાહનો ઝડપી પાડ્યા છે. અને વાહન માલિકોને 55 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે RTO વિભાગે 41 વાહન માલિકોને 11 લાખ દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, તંત્રએ રોડના કામમાં ઉપયોગ થતા પથ્થર-કપચીના ઓવરલોડ વાહનો ઝડપાયા હતા.

Next Story