/connect-gujarat/media/post_banners/b17e402f85faeb93fcffc5c855858d771e2ca7eb4a19863fdd915f91c81023c2.jpg)
ગુજરાતમાં શાળા અને કોલેજોની નજીક દિવસેને દિવસે ડ્રગ્સ, ચરસ અને ગાંજાના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે. જેના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી નજીક NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને નશીલા પદાર્થ ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ સ્કૂલ અને કોલેજો નજીક આવા નશીલા પદાર્થો ગેરકાયદેસર અને બેફામ વેચાય રહ્યા છે. જેના કારણે આજનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે, ત્યારે ગુજરાત NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ NSUIએ આરોપ લગાવ્યો છે કે, અમદાવાદ શહેરમાં મોટાભાગની સ્કૂલ અને કોલેજોની આસપાસ બેફામ નશીલા પદાર્થોનું વેચાણ થાય છે. તેમ છતાં પોલીસ કોઈ એક્શન લેતી નથી. NSUIના કાર્યકરોએ રસ્તો રોકવાનો પ્રયત્ન કરતા પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.