Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "વિકાસ" હવે સડસડાટ દોડશે, સરગાસણ સહિત ચાર બ્રિજનું લોકાર્પણ

ઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.

X

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી દરમિયાન શનિવારે રાજયવાસીઓને ચાર નવા બ્રિજની ભેટ મળી છે. વાહનવ્યવહાર મંત્રી નિતિન ગડકરી અને ગૃહમંત્રી અમિત શાહની વર્ચયુઅલ ઉપસ્થિતિમાં ચાર નવા બ્રિજનું શનિવારના રોજ લોકાર્પણ કરાયું હતું.

ગુજરાતમાં રાજય સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રિજનું આજે લોકાર્પણ થશે. 3.75 કિમિ લાંબા બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીની હાજરીમાં ઇ-લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજનું 225 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ કરાયું છે.

આ સિવાય આજે ગાંધીનગર-સરખેજ હાઇવેના વધુ બે ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચિલોડા-સરખેજ હાઇવેને સંપુર્ણ સીક્સલેન કરવાના ભાગરૂપે ઇન્ફોસીટી અને સરગાસણ ઓવરબ્રીજનું વાહનચાલકોને સમર્પિત કરાયો છે. નવા બ્રિજના નિર્માણ બાદ હવેથી સરખેજ હાઇવેથી અમદાવાદ જવું વધુ સરળ અને ઝડપી બનશે.ચિલોડા સરખેજ હાઈવર પરના 11 બ્રિજ પૈકી 5 બ્રિજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે જેમાં વધુ 2 બ્રિજનું લોકાર્પણ થશે. રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ખાત મુહર્ત પણ કરવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કચ્છમાં આજે માંડવીના રૂકમાવતી પુલનું લોકાર્પણ કરાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ પામેલાં સરગાસણ બ્રિજનો અદભુત નજારો હવે અમે તમને બતાવી રહયાં છે.

Next Story