Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ચુકાદો : કોર્ટે 28 આરોપીને નિર્દોષ, જ્યારે 49 આરોપીને દોષિત જાહેર કર્યા

અમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ચુકાદો : કોર્ટે 28 આરોપીને નિર્દોષ, જ્યારે 49 આરોપીને દોષિત જાહેર કર્યા
X

અમદાવાદમાં વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ ધડાધડ બ્લાસ્ટથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું હતું, ત્યારે બોમ્બ બ્લાસ્ટની આ ઘટનામાં આજે 14 વર્ષ બાદ ચુકાદો આવવા લાગ્યો છે. અદાલતે શંકાના આધારે કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બાકીના 49 આરોપીઓને દોષિત જાહેર કરી તેઓ અંગે પણ આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌપ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતા. પોલીસ દ્વારા પાર્કિગમાં કાર સહિતના વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, બ્લાસ્ટ મામલે 1100થી વધુ સાક્ષીઓની જુબાની અને 500થી વધુ ચાર્જશીટ દાખલ થઈ છે. આ કેસમાં 8 આરોપી હજુ પણ ફરાર છે, જે પૈકી કેટલાક પાકિસ્તાનમાં હોવાની માહિતી મળી છે, ત્યારે આજરોજ જજ એ.આર.પટેલ દ્વારા આ કેસ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે શંકાના આધારે અત્યારસુધીમાં 28 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે, જ્યારે બાકીના 49 આરોપીઓને દોષિત જાહેર કરી તેઓ અંગે આવતીકાલે સવારે 10:30 કલાકે સેસન્સ કોર્ટ દ્વારા સુનાવણી સાથે ચુકાદો કરવામાં આવશે.

Next Story