Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AGL કંપનીમાં પડેલી રેડ હજી પણ યથાવત, કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર ઝડપાયા...

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ એટલે કે, AGL કંપની તેમજ પરિવારના સભ્યોની તપાસમાં 500 કરોડ રૂપિયાની રોકડ વ્યવહારો પકડાયા છે

અમદાવાદ : AGL કંપનીમાં પડેલી રેડ હજી પણ યથાવત, કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર ઝડપાયા...
X

IT વિભાગનું છેલ્લા 6 દિવસથી રાજ્યભરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. AGL કંપની પર IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે, ત્યારે આ સર્ચ દરમિયાન રૂપિયા 21 કરોડથી વધુની રોકડ ઝડપાઈ છે. સાથે 25 લોકર સીલ કરવામાં આવ્યાં છે. જેમાંથી માત્ર 2 લોકર ખુલતા 1.250 કિલો સોનું અને 22 લાખ સુધીના દાગીના મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા 6 દિવસથી ચાલતી AGL કંપનીમાં પડેલી IT રેડમાં સોમવાર સાંજ સુધીમાં એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ એટલે કે, AGL કંપની તેમજ પરિવારના સભ્યોની તપાસમાં 500 કરોડ રૂપિયાની રોકડ વ્યવહારો પકડાયા છે. તેમજ આ ગ્રુપ સાથે સંકળાયેલ અન્ય નાના મોટા લોકો પાસેથી પણ 50થી 60 કરોડના રોકડ લેણદેણ પણ સામે આવી છે, જ્યારે રોકડા નાણાં 100 કરોડથી વધુ મળ્યા હોવાની આશંકા છે.

AGL કંપની તેમજ પરિવારના સભ્યોની અમદાવાદની 30 જગ્યાઓ સર્ચ ઓપરેશન ચાલુ છે, આ ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહાર અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે. રાજ્યમાં અન્ય 10 સ્થળો મોરબી, હિંમતનગર, સુરતમાં પણ તપાસ ચાલી રહી છે. ફાઈનાન્સર સંકેત શાહ, રુચિતા શાહ ,દીપક શાહ, સેજલ શાહ તેમજ પરિવારના સભ્ય કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ સુરેશ પટેલ ત્યા પણ રેડની કાર્યવાહી થઈ છે.

તેમજ નારાયણનગર પાલડી ખાતેની ઓફિસ તેમજ અદાણી શાંતિગ્રામ ખાતે AGL માલીકના રહેઠાણ પર પણ તપાસ ચાલી રહી છે. 40 જગ્યા પર સર્ચ ઓપરેશન ચાલુ છે, જેમાં 200 ઇન્કમટેક્સના અધિકારીઓ રેડમાં જોડાયા છે, ત્યારે મોટા પ્રમાણમાં ગેરવ્યવહાર મળી આવે તેવી આશંકા સેવાઇ રહી છે. આજે દરોડાનો 6ઠ્ઠો દિવસ હતો. હજુ પણ વધારે દિવસથી તપાસ ચાલે તેવી શક્યતા છે.

Next Story