Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોર્પોરેશનનો નવો અભિગમ, ઘરે-ઘરે જઈ લોકોને અપાય રહી છે વેક્સિન

ગુજરાત કોરોના વેક્સિનમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. અમદાવાદમાં વેક્સિન લોકો હવે સ્વયંભૂ પણ લઈ રહ્યા છે.

અમદાવાદ: કોર્પોરેશનનો નવો અભિગમ, ઘરે-ઘરે જઈ લોકોને અપાય રહી છે વેક્સિન
X

ગુજરાત કોરોના વેક્સિનમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. અમદાવાદમાં વેક્સિન લોકો હવે સ્વયંભૂ પણ લઈ રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ જગ્યાએ વેક્સિન સેન્ટરો દરેક વિસ્તારમાં ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત જે લોકો વેક્સિન સેન્ટર સુધી નથી પહોંચી શકતા તેમના માટે સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ અર્બુદાનગર સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. એવા લોકો જે વેક્સીન સેન્ટર સુધી જઇ શક્યા નથી તેમને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. અમદાવાદમાં લોકો વહેલામાં વહેલી તકે વેક્સીનેટેડ થઈ શકે અને કોરોના મહામારીથી બચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વેક્સિન સેન્ટરો પણ ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે હવે કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે જઈને પણ વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી કોર્પોરેશન દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્લમ વિસ્તાર સહિતના તમામ સ્થળોએ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી 100 ટકા વેક્સીનેશન નહીં થાય સુધી આ પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે. હાલમાં અમદાવાદમાં 90 ટકાથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. જે હવે બાકી છે તેમને વેક્સિન આપવાની કામગીરી સહિત સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.

Next Story