-
પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટનો મામલો
-
આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી બનાવ્યો બોમ્બ
-
પત્ની સાથેના અણબનાવથી કંટાળીને ઘડી કાઢ્યો પ્લાન
-
પોલીસે કરી ત્રણ આરોપીની ધરપકડ
-
પોલીસે હથિયાર બનાવવાની સામગ્રી પણ કરી જપ્ત
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી.પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિ દ્વારા જ ફરિયાદી ના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો.પોલીસે મુખ્ય આરોપી રૂપેન બારોટ,રોહન રાવળ અને ગૌરવ ગઢવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી પાસેથી પોલીસે કાર,બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રૂપેન બારોટ ગુગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રૂપેન બારોટ અને તેની પત્ની હેતલ વચ્ચે ઝઘડો ચાલતો હતો.23 માર્ચે પત્ની હેતલ પિયર જતી રહી હતી. પત્ની હેતલ ગઈ તેની પાછળ હાઇકોર્ટમાં વકીલના ક્લાર્ક કામ કરતા બળદેવ સુખડીયા જવાબદારી હોવાનું તે માનતો હતો,અને તેથી તેમને મારવા માટે ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બ, તમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો. જેમાં ગંધક, પાવડર, સર્કિટ, બેટરી અને એક સ્વીચ રિમોટથી ઓપરેટ થાય તે રીતે બોમ્બ બનાવ્યો હતો. રૂપેન પાસેથી બોમ્બ બનાવવા લેથનું મશીન, બ્લેડ અને અન્ય મશીન મળી આવ્યા છે. છેલ્લા ચાર મહિનાથી આ પ્રક્રિયા કરતો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.