અમદાવાદ : પોલીસના સકંજામાં ઠગબાજ બિલ્ડર, રૂ. 40 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ...

અમદાવાદ શહેરમાં ઠગબાજ બિલ્ડર મીહિર દેસાઈની આનંદનગર પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે.

New Update

અમદાવાદ શહેરમાં ઠગબાજ બિલ્ડર મીહિર દેસાઈની આનંદનગર પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. આ બિલ્ડર લોકોને મકાનના સ્વપ્ન બતાવી તેમની પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી આચારતો હતો.

અમદાવાદ શહેરમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી ચૂનો લગાવનાર ઠગબાજ બિલ્ડર પોલીસ સકંજામાં આવ્યો છે. આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ મલ્હાર મહેતાએ બિલ્ડર મીહિર દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. જે મિહિર દેસાઈ અન્યને વેચી રૂ. 40 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ તપાસમાં બિલ્ડર મીહિર દેસાઈ અને તેમની પત્ની તોશલે આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી આચરીને સંખ્યાબંધ લોકોના બુકિંગ પેમેન્ટ લઈ ફ્લેટનું પઝેશન કે, રિફંડ આપ્યું ન હોવાનું સામે આવ્યું છે. આરોપી મિહિર દેસાઈ સામે અલગ અલગ 10 પોલીસ સ્ટેશનમાં આ રીતે જ ફરિયાદ નોંધાય છે. હાલ આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.