Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: "આપ"ને અમે ગણાતા નથી, ભાજપ સાથે જ સીધી લડાઈ હોવાનું કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનું નિવેદન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું

X

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ માં પ્રાણ ફૂંકવા અને કાર્યકરોનો જુસ્સો વધારવા હવે 5 તારીખે રાહુલ ગાંધી અમદાવાદ આવશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓ પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરશે આ સંમેલનમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ સમેલનમાં 182 વિધાનસભા સીટના બુથ મેનેજમેન્ટના કાર્યકરો ઉપસ્થિત રહેશે 50 હજારથી વધુ કાર્યકરો રાજ્યભરમાંથી અહીં આવશે.

ગુજરાત કોંગ્રેસ છેલ્લા 1 મહિનાથી મારુ બુથ મારુ ગૌરવ અભિયાન ચલાવી રહી છે અને તેના ભાગરૂપે આ સંમેલન યોજાઇ રહ્યું છે કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્મા નું કહેવું છે કે રાહુલ ગાંધીના આવવાથી પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે. 2022ની ચુંટણીમાં અમારી લડાઈ ભાજપ સામે છે અમે આપને ગણતા નથી

Next Story