Connect Gujarat
અમદાવાદ 

"ફાયરિંગ" અમદાવાદની મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું, પોલીસ તપાસ શરૂ,જાણો શું છે સમગ્ર ઘટના..?

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોઈ તેમ બેફામ બન્યા છે

ફાયરિંગ અમદાવાદની મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું, પોલીસ તપાસ શરૂ,જાણો શું છે સમગ્ર ઘટના..?
X

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોઈ તેમ બેફામ બન્યા છે ત્યારે શહેરના જુહાપુરામાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જુહાપુરાના લોખંડવાલા પાર્ટી પ્લોટ નજીક આ ઘટના ઘટી છે. જુહાપુરામાં મુનીરા નામની મહિલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે, ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે, આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જો કે, આ ઘટનામાં કેટલાંક પ્રશ્નો પણ ઊભા થયા છે. જેવાં કે આ મહિલા પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું? કોણે આ મહિલા પર ફાયરિંગ કર્યું છે ફાયરિંગની ખબર મળતા સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે, જુહાપુરાની ફતેવાડી કેનાલ પાસે લોખંડવાલા પ્લોટ પાસે ફાયરિંગની ઘટના બની છે.

કોલ બાદ જુહાપુરા પોલીસ અને સરખેજ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન એક મહિલા પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યાનું સામે આવ્યું હતું. મહિલા રિક્ષામાં તેના ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર બાઈક માં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસે શા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ કરનાર કોણ આરોપી હતા તે દિશામાં તપાસ શરુ કરી છે આ તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે .

Next Story