નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરાત્રીના સમયગાળાદરમ્યાન શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પર સ્પેશિયલ બસ ચલાવવામાં આવશે અને તેનુ ચોક્કસ ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવરાત્રી નિમિત્તે શહેરના વિવિધ ધાર્મિક સ્થળના દર્શન કરી શકાય તે માટે સ્પેશિયલ બ નું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 8-15 થી સાંજ ના 4-15 સુધી ચલાવવામાં આવશે.જેમાં પુખ્ત વયના લોકો માટે 60 તથા બાળકો માટે 30 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ભદ્રકાળી મંદિર લાલ દરવાજા, મહાકાળી મંદિર દુધેશ્વર,ચામુંડા માતા અસારવા,પદમાવતિ મંદિર નરોડા,ખોડીયાર મંદિર નિકોલ, હરસિધ્ધિ માતા મંદિર રખિયાલ, બહુચરાજી માતા મંદિર બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર એસ જી હાઇવે, ઉમિયા માતા મંદિર જાસપુર ,આઈ માતા મંદિર સુધડ,હિંગળાજ માતા મંદિર નવરંગપુરા જેવા સ્થળો આવરી લેવામાં આવશે.આ બસમાં જે સ્થળે થી બેસે તે જ સ્થળે ઉતારવામાં આવશે.જો કોઈ ગ્રુપમાં જવા માંગતા હોય તો ઓછામાં ઓછા 40 લોકો હશે તો તે લોકોને સ્પેશિયલ બસ આપવામાં આવશે આ બસ સેવાનો લાભ લેવા એક દિવસ અગાઉ નજીકના ટર્મિનસ માં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરવાનો રહેશે