ગુજરાત ATSએદિલ્હીથી રૂ.20 કરોડનાહેરોઇન સાથે યુવાનની કરી ધરપકડ, મેડિકલ વિઝા પર અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી

New Update
ગુજરાત ATSએદિલ્હીથી રૂ.20 કરોડનાહેરોઇન સાથે યુવાનની કરી ધરપકડ, મેડિકલ વિઝા પર અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી જેના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસને ડ્રગ્સના મામલામાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને ગુજરાત બહાર એટલે કે દિલ્હી ખાતેથી ડ્રગ્સના મોટા કારોબારીની ધરપકડ કરવામાં આવી છે.આ ઓપરેશનની વિગતવાર વાત કરીએ તો સુરત ક્રાઈમ બ્રાન્ચના ACP બી.પી.રોજીયાએ ગુજરાત ATSને બાતમી આપી હતી કે, અફઘાની નાગરિક વાહી દુલ્લાહે દિલ્હીમાં ડ્રગ્સની હેરાફેરી કરી છે અને 2 ઓગસ્ટે રાતે પણ ડ્રગ્સના મોટા જથ્થાના સપ્લાય માટે આવવાનો છે.બાતમીના આધારે ATSની ટીમ દિલ્હી પહોંચી હતી અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

બાતમી વાળી જગ્યાએ રેડ કરતા વાહીદુલ્લાહને પકડીને તેની પૂછપરછ કરતા કુલ 4 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જે મામલે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ માં સામે આવ્યું હતું કે તે મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે. 2016માં મેડિકલ વિઝા પર માતા,પિતા,ભાઈ અને બહેન સાથે દિલ્હી આવ્યો હતો.મેડિકલ વિઝા એક્સટેન્ડ કરાવી સાઉથ દિલ્હીમાં જ રહેતો હતો.ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને આપતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories