Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત : નવા સીએમ નવું મંત્રીમંડળ, અનેકની થશે બાદબાકી

ગુજરાત : નવા સીએમ નવું મંત્રીમંડળ, અનેકની થશે બાદબાકી
X

રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રી મંડળની જાહેરાત બુધવારે થાય તેવી સંભાવના છે. બુધવાર સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોના નામની જાહેરાત થઈ જશે. હાલના 22 મંત્રી પૈકી 13 મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે નવાં 15 નામનો ઉમેરો થઈ જશે. મંત્રી પદ ના નામ દિલ્હી ફાઇનલ થયા બાદ નામ જાહેર કરવામાં આવશે

પ્રાપ્ત થતી વિગતો મુજબ મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગો વાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે રાજ્યમાં નારાજગી છે એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે.નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, બાવળિયા, જવાહર ચાવડા, ઈશ્વર પરમારના નામ પર કાતર ફરશે કેબિનેટ મંત્રીમાં પ્રદીપસિંહ, આત્મારામ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણીના નામ ઉમેરાશે. ફળદુ, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, રાદડિયા રહેશે રાજ્યકક્ષાના મંત્રીમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બનાવી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અધ્યક્ષ પદ આપવામાં આવે તેવી સંભાવના છે યુવા ચહેરાઓમાં હર્ષ સંઘવી અથવા સંગીત પાટીલ બને માંથી કોઈ એક ને મંત્રી પેડ મળશે તો ઋષિકેશ પટેલ પણ દાવેદાર ગણવામાં આવે છે

Next Story