Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ચિરિપાલ ગ્રુપમાં પડેલી આઇટી રેડમાં અધધ આટલા હજાર કરોડના બિનવારસી વ્યવહાર ઝડપાયા

ચિરિપાલ ગ્રુપ પર છેલ્લા કેટલાક દિવસથી IT વિભાગે રેડ કરી હતી. આ રેડ દરમિયાન અગાઉ રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે.

અમદાવાદ: ચિરિપાલ ગ્રુપમાં પડેલી આઇટી રેડમાં અધધ આટલા હજાર કરોડના બિનવારસી વ્યવહાર ઝડપાયા
X

અમદાવાદના ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરિપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા છેલ્લા કેટલાય દિવસથી હજુ સુધી યથાવત છે. ત્યારે IT વિભાગના દરોડા માં ચિરીપાલ ગ્રુપ ના કુલ 1 હજાર કરોડની બિનહિસાબી વહેવારો ઝડપાયા છે. દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા.

ચિરિપાલ ગ્રુપ પર છેલ્લા કેટલાક દિવસથી IT વિભાગે રેડ કરી હતી. આ રેડ દરમિયાન અગાઉ રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર ઝડપ્યા છે. દરોડામાં અત્યાર સુધી ઇન્કમટેક્સ વિભાગને રૂપિયા 25 કરોડ રોકડા હાથ લાગ્યા છે. એ સિવાય IT વિભાગની 25 લોકર અને જમીનમાં રોકાણ નો દસ્તાવેજ પણ હાથ લાગ્યા હતા. ચિરીપાલ ગ્રુપ સંલગ્ન કુલ 35થી 40 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા પર આવેલા કોર્પોરેટ ઓફિસ, બોપલ રોડ પર ચીરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઘણા અધિકારીઓ રેડ પાડી હતી. જેમાં IT વિભાગને કરોડોમાં બેનામી વ્યવહાર હાથ લાગ્યા હતા.

Next Story