Connect Gujarat
અમદાવાદ 

નવ નિયુક્ત સીએમના આજે શપથ, જુઓ કોણ કોણ રહેશે ઉપસ્થિત

નવ નિયુક્ત સીએમના આજે શપથ, જુઓ કોણ કોણ રહેશે ઉપસ્થિત
X

રાજ્યના નવ નિયુક્ત સીએમ આજે ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે જ્યારે બાકીના નેતા મંત્રી પદના શપથ અંદાજિત 2 દિવસમાં લેશે. આજે તેમના શપથગ્રહણમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપે તેવી સંભાવના છે. સાથે કર્ણાટકના CM બોમ્માઈ પણ હાજરી આપે તેવી સંભાવના છે.

નવ નિયુક્ત સીએમના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર ના હાથમાં પાવર આપવામાં આવ્યો છે. ગઈકાલે જ રૂપાણી રાજીનામું આપ્યું તે બાદ ઘણા બધા નામ ચર્ચામાં ચાલી રહ્યા હતા જેમાં નીતિનભાઈ પટેલ ફ્રન્ટ રનર હતા. રાજકીય વિશ્લેષકો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે ફરીવાર ચોંકાવનારું નામ સામે આવતા હર કોઈ આશ્ચર્ય માં ગરકાવ થયા હતા સીએમના શપથ લે તે પહેલા ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે

Next Story