Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે લાલ આંખ, 4 માર્ચે લોક દરબાર યોજાશે, જાણો ક્યાં મુદ્દા પર થશે ચર્ચા..?

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે એએમસીએ લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે.

અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે લાલ આંખ, 4 માર્ચે લોક દરબાર યોજાશે, જાણો ક્યાં મુદ્દા પર થશે ચર્ચા..?
X

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે એએમસીએ લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે. ટેક્સ માફીની યોજના જાહેર કર્યા બાદ પણ ટેકસ નહીં ભરનાર મિલકત ધારકોને આખરી નોટીસ આપ્યા બાદ મિલકતો સીલ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ એએમસીએ 7901 મિલકતો સીલ કરી છે. આ માટે એએમસીએ ઝોન વાઇઝ સિલિંગ ઝુંબેશ શરૂ કરી છે.

શહેરમાં કોમર્શિયલ એકમો બાદ રહેણાંક એકમો સામે પણ એએમસીએ કાર્યવાહી શરૂ કરી છે.રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્સના ભરનાર મિલકત ધારકોને પણ એએમસીએ નોટીસ આપવાનું શરૂ કર્યું છે.તો અત્યાર સુધી રૂ.955 કરોડ આવક ટેક્ષમાં થઇ છે જે પાછલા વર્ષે રૂ 880 કરોડ હતી.પ્રોફેશનલ ટેક્ષની આવક રૂ 175 કરોડ થઇ છે. મનપા તિજોરી ને અત્યાર સુધી રૂ 1248 કરોડની ટેક્ષથી આવક થઇ છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવકના એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની ‌રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. એક તરફ વધુ કરદાતાઓ તેમનો બાકી ટેક્સ ભરી જાય તે માટે ખાસ ‌રિબેટ યોજના છે તો બીજી તરફ ગત તા. 1 ફેબ્રુઆરીથી સત્તાવાળાઓએ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે.

રૂ.એક લાખ કે તેથી વધુ ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારીને કાયદાના સાણસામાં લઈ રહ્યા છે. શહેરના સાતેસાત ઝોનમાં સીલિંગ ઝુંબેશ ચાલુ છે, જોકે બોડકદેવ, ગોતા, થલતેજ જેવા પોશ વિસ્તાર ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની કામગીરી નબળી હોવાનું જાણવા મળ્યું છે.પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે AMC શહેરમાં લોક દરબાર યોજશે.4 માર્ચના રોજ શહેરના 7 ઝોનમા ટેક્સની ફરિયાદો માટે વિશેષ સેવાસેતુ યોજશે.જેમાં નાગરિકોની ટેક્સ બિલ અંગેની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે.જેમાં 48 કલાકમા ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે.ટેક્સ બિલમા નામ ટ્રાન્સફર, નામ સુધારા અને ટેક્સના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

Next Story