Connect Gujarat
અમદાવાદ 

સગીરને ન આપતા સ્કૂટર, આજથી અમદાવાદમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ

કિશોર વયના વાહનચાલકો સામે ડ્રાઇવ શરૂ થનાર છે , જે અઠવાડિયા સુધી ચાલશે. 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલશે.

સગીરને ન આપતા સ્કૂટર, આજથી અમદાવાદમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ
X

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર વચ્ચે કોરોના વાયરસે પણ ફરી એક વખત માથુ ઉચક્યું છે ત્યારે તકેદારીના ભાગ સ્વરૂપે અને રોડ પર બેફામ વાહન હંકારતા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવશે.

આ ટ્રાફિક ડ્રાઈવ 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલશે. જેમાં અંડર એજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે જ ડાર્ક ફિલ્મ વાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જી ભાગી છુટનાર વાહનચાલકો અને વાહનોમાં એચએસઆરપી પ્લેટ નથી લગાવી તેઓની હવે ખેર નથી, સાથે જ શહેરમાં જે લોકો ફોર વ્હીલમાં બ્લેક ફિલમ લગાવી ફરી રહ્યા છે તેમને પણ મસમોટો દંડ ફટકારી કાયદાનું ભાન કરવામાં આવશે. સાથે જ જે વાહન ચાલકો રોંગ સાઇડમાંથી પસાર થશે તેની 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

એચએસઆરપી નંબર પ્લેટ નહીં લગાવનારા વાહનચાલકો પાસેથી 1000 રૂપિયાનો દંડ લેવામાં આવશે. તેમજ બસ અને મોટા વાહન ચાલકોને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.15 જૂનથી શહેરમાં 100 જેટલા સ્થળો પર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને જે વાહન ચાલકો નિયમોને તોડશે તેને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવેલી કાર્યવાહીની માહિતી ઉપરી અધિકારી ને મોકલવામાં આવશે..

કિશોર વયના વાહનચાલકો સામે ડ્રાઇવ શરૂ થનાર છે , જે અઠવાડિયા સુધી ચાલશે. રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માત અટકાવી શકાય તે હેતુ થી બનાવેલ હોય છે. પરંતુ, તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ કારણે સતત અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે.

Next Story