Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સાબરમતીને ધબકતી રાખવા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાઈ, બપોરે જશો તો થશે 300 રૂપિયાનો ફાયદો

સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવિટીનો ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની હોડી જાતે ચલાવવી)ની શરૂઆત કરવામાં આવી છે

અમદાવાદ : સાબરમતીને ધબકતી રાખવા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાઈ, બપોરે જશો તો થશે 300 રૂપિયાનો ફાયદો
X

અમદાવાદીઓને સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટ્સની વધુ એક ભેટ મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવિટીનો ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની હોડી જાતે ચલાવવી)ની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં આ પ્રકારની એક્ટિવિટી પહેલીવાર જોવા મળી રહી છે. આ એક્ટિવિટી શરુ કરવા પાછળનો મુખ્ય આશ્રય નદીને એકદમ સક્રિય અને ધબકતી રાખવાનો છે.

ગયા વર્ષે નેશનલ ગેમ્સમાં આ સ્પોર્ટ્સ એક્ટિવિટી સૌથી વધુ સફળ રહી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજની નીચેથી લઈને આંબેડકર બ્રિજ સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે. અહીં સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં અલગ-અલગ સ્લોટમાં લોકો એક્ટિવિટીની મજા માણી શકશે. 12 વર્ષથી મોટી ઉંમરનાં લોકો જ આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકશે.

Next Story