ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ અને ભરુચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ફરિયાદ ઉભી થતી રહી છે ત્યારે ફરી એકવાર રવિવારે લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવા અંગે રવિવારે સરકારને ખબર પડતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીની યુથ વિંગે આજે ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસ પર આવેદનપત્ર પાઠવવા પહોંચી હતી જ્યા તેમણે સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચાર અને નારેબાજી કરી હતી મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઇ આ કાર્યકરોએ તાત્કાલિક અસરથી આ કૌભાંડની તપાસ કરવા માંગણી કરી હતી તો સાથે દોષિતોને કડકમાં કડક સજા આપવા પણ માંગણી કરી હતી આમ આદમી પાર્ટી વિરોધને જોતા ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસ આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો
ભરૂચમાં પણ આમ આદમી પાર્ટી યૂથ વિંગ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આપના સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં યુવા પ્રમુખ અભિલેશસિંહ ગોહિલ અને કાર્યકરો જોડાયા હતા