Connect Gujarat
Featured

આમોદ : સરભાણમાં ભેંસ ચરાવવા મુદ્દે ધિંગાણું થતાં સાત લોકોને પહોંચી ઇજા

આમોદ : સરભાણમાં ભેંસ ચરાવવા મુદ્દે ધિંગાણું થતાં સાત લોકોને પહોંચી ઇજા
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામમાં ભેંસ ચરાવવાના મુદ્દે બે જુથના લોકો આમને સામને આવી જતાં ધિંગાણું થયું હતું. જેમાં બંને જુથના સાતથી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

આમોદ તાલુકાના સરભાણ ગામમાં ગાયો, ભેંસો ચરાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ખેતરમાં ગાયો ઘૂસી આવતા બોલાચાલી બાદ મામલો વધુ બિચક્યો હતો. માવજી રબારીની ગાયો નીણમ ગામ નજીક નહેર વાળા ખેતરમાં ઘુસી ગઈ હતી જેને લઇને મહંમદ સીંધી અને સલીમ સિંધીની માવજી રબારી સાથે બોલાચાલી થઈ હતી.ઝગડો થયાં બાદ માવજી રબારીનો દીકરો દીપક અને ગોવિંદ રબારી અને છીતા રબારી ઘટના સ્થળે આવ્યાં હતાં. સિંધા પરિવારના સભ્યો અને રબારી પરિવાના સભ્યો આમને સામને આવી જતાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામસામે થયેલી મારામારીમાં સાત લોકોને ઇજા પહોંચી હતી. આમોદ પોલીસે રાયોટિંગ નો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ધિંગાણામાં ઇજા પામેલા સાત પૈકી 3 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે.

Next Story