100 વર્ષ ઉપરાંતથી રહેતા લોકોને સરકાર દ્વારા પાયાની સુવિધા અપાતી નથીઃ આનંદ ચૌધરી

Update: 2018-05-23 10:44 GMT

માંડવીનાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ ગોલ્ડન કોરિડોર પર આવેલા આલીયાબેટની મુલાકાત કરી

ગોલ્ડન કોરિડોર પર આવેલા આલીયાબેટની સ્થિતિ દયનિય હોવાનું સુરતના માંડવીના ધારાસભ્ય આનંદચૌધરી જણાવ્યું હતું. 100 વર્ષ ઉપરાંતથી આલિયાબેટ ખાતે રહેતા લોકોને સરકાર દ્વારા પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વિકાસની વાતો કરતી સરકારનો વિકાસ માત્ર દેખાવ પૂરતો છે. આ તબક્કે સરકારમાં આલીયાબેટના રહીશોની જમીન અને તેમને પાયાની સુવિધા મળી રહે તે માટે રજુઆત કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

સુરત જિલ્લામાં આવેલા માંડવી વિધાનસભાનાં કોંગ્રસનાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ આલીયાબેટનાં રહિશોની મુલાકાત કરી હતી. હંમેશા ચર્ચામાં રહેલો આલીયાબેટ આ મુલાકાતથી વધુ એક વાર ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પૂર્વે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવણીયાએ પણ આલીયાબેટની મુલાકત કરી હતી. ત્યારે ધારાસભ્ય આનંદ ચૌધરીએ આલીયાબેટનાં રહીશોને મળીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે એક વાતચીત જણાવ્યું હતું કે, 100 વર્ષ ઉપરાંતથી અહીં રહેતા લોકો આજે પણ પાણી, રસ્તા, વીજળી, ઘરની સુવિધાથી વંચિત રહી ગયા છે. 4 લીટર કેરોસીન લેવા માટે 100 રૂપિયાનું પેટ્રોલ ખર્ચ કરવું પડે છે. તો પાણી ટેન્કરો મારફતે અન્ય સ્થળેથી લાવું પડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર માત્ર વિકાસની વાતો કરે છે પરંતુ અહીં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ગોલ્ડન કોરિડોર પર આવેલા અંકલેશ્વરના 30 થી 40 કીમી વિસ્તારમાં આ સ્થિતિ ખુબ ગંભીર બાબત છે. 2006 માં વન્ય આરક્ષણ કાયદા બાદ આ લોકો અહીં રહી શકે છે તેમ સ્પષ્ટ છે. તેમને સરકાર દ્વારા જમીન અને પાયાની તમામ સુવિધા પુરી પાડવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. જે બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

Tags:    

Similar News