રાજકોટ અને જેતપુરમાં એક સાથે 25 દુકાનદારોના લાયસન્સ થયા સસ્પેન્ડ

Update: 2021-01-09 07:50 GMT

અમદાવાદમાં પોલીસે સસ્તા અનાજની દુકાનેથી બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં રાજકોટના 25 સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોની સંડોવણી બહાર આવતાં તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને હવે તે તમામના લાઇસન્સ સસ્પેન્ડ કરવા પુરવઠા અધિકારીએ હુકમ કર્યો છે. એકસાથે 25ના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આકરી કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.

જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાના જણાવ્યા અનુસાર પોલીસે આરોપીઓની યાદી તંત્રને મોકલી છે અને કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા છે તેથી હવે આ પરવાનેદારોને રાશનનો નવો જથ્થો આપવો યોગ્ય ન લાગતા 90 દિવસ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયા બાદ બધા પરવાનેદારને સાંભળવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ આ જથ્થા અંગે ઘણા દુકાનદારોના નામ ખુલ્યા છે પણ હજુ તપાસમાં સ્પષ્ટ થયું નથી. તપાસ પૂર્ણ થયે સંડોવાયેલા દુકાનદારોના નામ પણ જાહેર થશે અને કડક કાર્યવાહી પણ કરાશે.

રાજકોટ શહેરના મુકેશ જયંતીલાલ જોબનપુત્રા, લાખા ભીમા બગડા, મોનાબેન મનોજ ચંદારાણા, પ્રભુદાસ ધનજી કારિયા, રાફુસા દિનાબેન, હસમુખ નાનજી રાણા, એન.ટી. તુરખીયા, એન. એમ. ભારમલ, ઢેબર કોલોની પ્રગતિ મંડળ, શોભનાબેન પીપળિયા, રમીલાબેન ઝાલાવડિયા, જ્યારે ગ્રામ્ય વિસ્તારના કિશોર નથુ બારોટ(ત્રંબા), મનીષ જોબનપુત્રા (ત્રંબા), હિતેશ ત્રિવેદી (જેતપુર), કાજી યાહયા ગફાર (નવાગઢ જેતપુર), નિતિન નાગર (જેતપુર), વિજયગીરી ગોસાઈ (નવાગઢ, જેતપુર), સુખદેવ જોશી (જેતપુર), સુરેશ જોશી (અકાળા જેતપુર), યોગેશ મહેતા (જેતલસર), વિજય વઘાસિયા (વીરપુર, જેતપુર), બંસરીબેન ગાજીપરા (વીરપુર, જેતપુર), તુલજાશંકર જાની (દેવકીગાલોળ, જેતપુર), જગજીવન ગોંડલિયા (દેરડી જેતપુર), દિલીપ ભાયાણી (આરબટિંબડી)

Tags:    

Similar News