અમદાવાદ : ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જુઓ બીજુ શું કહયું મુખ્યમંત્રીએ

Update: 2020-11-10 11:25 GMT

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં તમામ પક્ષપલટુઓ વિજયી બન્યાં છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવ્ય વિજય અપાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.

ગુજરાતમાં રાજયસભાની ચુંંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયાં હતાં. આઠ બેઠકો માટે 3 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આજે મંગળવારના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવતાં તમામ આઠ બેઠકો પર કોંગ્રેસનો રકાસ થયો છે અને ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં વિધાનસભાની પેટા ચુંટણી મહત્વની હતી અને તેમાં ભાજપ બાજી મારી ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રજાની આશા અને અપેક્ષાને પૂર્ણ કરીશું. ચુંટણી પહેલાં કોંગ્રેસે અનેક ધમપછાડા કર્યા હતાં પણ પ્રજાએ કોંગ્રેસને જવાબ આપ્યો છે.

Tags:    

Similar News