અમદાવાદ : શહેરના દરેક સર્કલ પર પોલીસ બંદોબસ્ત, કનેકટ ગુજરાતે કર્યું રીયાલીટી ચેકિંગ

Update: 2020-03-30 09:33 GMT

દેશમાં 21 દિવસના લોકડાઉનના દિવસો ધીમે ધીમે પસાર થઇ રહયાં છે ત્યારે હવે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે. પોલીસતંત્ર પણ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા લોક ડાઉનનો કડક અમલ કરાવી રહી છે. અમદાવાદમાં લોક ડાઉન દરમિયાન પોલીસની કાર્યવાહીનું કનેકટ ગુજરાતની ટીમે રીયાલીટી ચેક કર્યું હતું.

દેશ અને રાજયના લોકો લોકડાઉનને સહયોગ કરી રહયાં છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જઈને રિયાલિટી ચેક કર્યું હતું. પોલીસ વિભાગ કઇ રીતે કામગીરી કરી રહયું છે, જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે શું પગલાં ભરાઇ છે સહિતની વિગતોની તપાસ કરવામાં આવી હતી. કનેકટ ગુજરાતની તપાસમાં બહાર આવ્યું હતું કે પોલીસ વાહનો તેમજ રાહદારીઓનું સઘન ચેકિંગ કરી રહી છે અને વાહનોની ડીકી પણ ખોલાવી તપાસ કરાઇ રહી છે. કનેકટ ગુજરાતના સંવાદદાતા મયુર મેવાડાનો અમદાવાદના આરટીઓ સર્કલ ખાતેથી આંખે દેખ્યો અહેવાલ…

Similar News