અમદાવાદ : હેલમેટ પહેર્યા વિના નીકળેલા વાહનચાલકો દંડાયા, 10 દિવસની ખાસ ડ્રાઇવ

Update: 2020-09-09 10:18 GMT

કોરોનાના કહેર વચ્ચે માંડ માંડ જનજીવન થાળે પડી રહયું છે તેવામાં રાજ્યમાં હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોના પાલન માટે પોલીસ કડક બની છે. સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદાના કડક પાલન માટે 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસે હેલમેટ નહિ પહેરનારાઓ પાસેથી દંડની વસુલાત શરૂ કરી હતી.

અમદાવાદમાં તમામ જગ્યાએ આજે સવારથી જ ટ્રાંફિક પોલીસનો કાફલો ઉતરી આવ્યો છે.તમામ જગ્યાએ પોલીસ દ્વારા જે પણ વાહન ચાલક જો હેલ્મેટ વગર નીકળે કે પછી સિગ્નલ પર ઉભા હોય તરતજ પોલીસ તેમને રોકયાં હતાં  અને તેમને દંડ કર્યો હતો. વાહનચાલકોએ હેલ્મેટ ન પહેર્યાં હોય તેઓએ પોલીસને અલગ અલગ બહાના બતાવ્યા હતા. જો કે પોલીસે કડક કાર્યવાહી કરી તેઓને દંડ ફટકાર્યો હતો. કેટલાક વાહન ચાલકોએ તેમણે એક જ બહાના બતાવ્યા હતા કે, હેલ્મેટ ભૂલી ગયો કે આજે ભૂલી ગઈ છું. હેલ્મેટનો કાયદો હોવા છતાં તેમણે હેલ્મેટ વિશે અજાણ હોય એમ જવાબ આપ્યા હતા. જો કે, આ પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીને ટ્રાફિક પોલીસની નજરમાંથી બચીને જતાં રહ્યાં હતાં.

કોઈ પણ વાહનચાલક નિયમોનું ઉલંઘન કરશે તો તેને દંડ કરવમાં આવશે. લાયસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમ વાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

Tags:    

Similar News